પેટ્રોલ પંપ પર છેતરપિંડી કેવી રીતે થાય છે?

જાણો ‘જમ્પ ટ્રિક’ અને બચવાના ઉપાય

માત્ર 0 જોવું કેમ ખોટું છે?: પેટ્રોલ પંપ છેતરપિંડી

જમ્પ ટ્રિક એ રીતે કામ કરે છે કે મશીન સીધું ₹0 પરથી ₹5 કે વધુ પર પહોંચે છે.

આ દરમિયાન ₹1, ₹2, ₹3, ₹4 જેવી રકમો ડિજિટલ સ્ક્રીન પર દેખાતી નથી. એટલે ગ્રાહક ઓછું પેટ્રોલ મેળવે છે.

આથી શું નુકસાન થાય છે?

આ રીતે થોડી થોડી માત્રામાં રોજે રોજ હજારો ગ્રાહકો સાથે છેતરપિંડી થાય છે.

જમ્પ ટ્રિક ઓળખવા શું જુઓ

– પેટ્રોલ ભરાવતાં સ્ક્રીન પર દરેક રુપિયાનું ઉછાળ ધ્યાનથી જોવું.

– જો કોઈ રકમ (₹1 થી ₹4) ગુમ થઈ હોય, તો ફ્રોડની શક્યતા છે.